પાંડેસરા પો.સ્ટે આજરોજ તા-૨૪/૦૫/૨૪ ના કલાક-૧૮/૦૦ થી ૨૦/૦૦ વાગ્યા દરમ્યાન પો.સ્ટે વિસ્તારમાં આવેલ વડોદ આવાસ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ખાતે આવાસમાં રહેતી મહિલા અને બાળકો ને “ગુડ ટચ બેડ ટચ” અને જાગૃતિ માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ, મહિલા અભયમ 181, પોક્સો, મહિલા જાતીય સતામણી, સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ સ્લમ એરીયામા મજુરી પર જતા માતા પિતાને ઘરે એકલા રહેતા બાળકોની સંભાળ બાબતે જાગૃત કરેલ, તેમજ જરૂર પડે ત્યારે નજીકના પોલીસ સ્ટેશન તેમજ શી ટીમનો સંપર્ક કરવા જણાવેલ. સદર કાર્યક્રમમાં DCP ઝોન-૪ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ, પાંડેસરા પો.ઇન્સ એન.કે કામળિયા સાહેબ,શી-ટીમ ઇન્ચાર્જ પો.સ.ઇ શ્રી પી.આર જાની તથા સ્થાનિક કોર્પોરેટર શ્રી સાથે આશરે ૩૦૦ જેટલી મહિલાઓ તેમજ ૨૦૦ જેટલાં બાળકો હાજર રહેલ.
Updated Video
विज्ञापन पेमेंट एवं डोनेशन के लिए स्कैन करें। धन्यवाद