
કઠોર અનાવલ બ્રાહ્મણ સમાજ નું ગૌરવ
સૂરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં રહેતા સૌરભ અરુણભાઈ નાયક પોતે એક સામાજિક કાર્યકર છે. સામાજિક ક્ષેત્રોમાં ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સરકાર દ્વારા હસેન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી માંથી ડોક્ટર ઓફ ફિલોસોફી ની ડીગ્રી એમને સામાજિક કાર્યકર અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટ માં પ્રાપ્ત કરીને કઠોર અને સમગ્ર સુરત જિલ્લા માં નામ રોશન કર્યું છે સાથે સાથે એમની નિમણુંક રાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ ખાતા માં સુરત જિલ્લા ના જિલ્લા વડા તરીકે સ્થાન મેળવ્યું છે તેમજ નારી સુરક્ષા સેના માં સુરત જિલ્લા ના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો એમને આપવામાં આવ્યું છે એમનું સ્લોગન છે “નારી તું નારાયણી”. અને સાથે સાથે ૨૬ થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત કરીને સુરત જીલ્લા નું નામ રોશન કર્યું છે. તેમજ માનવાધિકાર સંરક્ષણ દ્વારા એમને ગુજરાત રાજ્યના રાજદૂત તરીકે નો હોદ્દો પણ આપવામાં આવ્યો છે. અનાવલ સમાજ માટે એક ખૂબ મોટી નામના એમને મેળવીને અનાવલ સમાજ માટે એક ખૂબ પ્રેરણાદાયક ઊર્જાનું સ્ત્રોત બન્યા છે. નાની ઉંમર માં ઘણા બધા પુરસ્કાર મેળવીને સુરત જિલ્લા અને આહવા ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમજ નાયક સૌરભ અરુણભાઈ ને મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી માંથી મહાત્મા ગાંધી નોબલ પીસ પુરસ્કાર મેળવીને નામ રોશન કર્યું છે.





Updated Video